Breaking News

હળવદની ડુંગરપુર પ્રા.શાળાના વિધાર્થીઓએ તાલુકા કક્ષાના ખેલ મહાકુંભમાં મેદાન માર્યું



હળવદ તાલુકા કક્ષાના ખેલ મહાકુંભમા ડુંગરપુર પ્રાથમિક શાળા અંડર-14 ખો-ખો માં બહેનોની ટીમ તાલુકા કક્ષાએ ચેમ્પિયન રહી. સાથે સાથે ભાઈઓની અંડર 14 ખો-ખોની ટીમ પણ દ્વિતીય નંબરે વિજેતા થય હતી. ડુંગરપુર પ્રાથમિક શાળાના આચાર્ય બી.એસ.પટેલના માર્ગદર્શન અને ખો-ખોના કોચ જયેશભાઈ પરમાર અને રવિભાઈ મારહુણિયાએ શાળાની ખો-ખોની બંને ટીમને ખૂબજ સરસ તાલિમ આપીને તાલુકા કક્ષાએ વિજેતા બનાવવા ભારે જહેમત ઉઠાવી હતી. આ તકે તાલુકા કક્ષાના ખેલ મહાકુંભમાં ઉપસ્થિત હળવદ તાલુકાના બી.આર.સી. મિલનભાઈ પટેલ અને માથક કલસ્ટરના સીઆસી વિરમદેવ ચૌહાણ ડુંગરપુર પ્રાથમિક શાળાની ખો-ખો બહેનો અને ભાઈઓની બંને ટીમને અભિનંદન પાઠવ્યા હતા. અને આગામી સમયે જીલ્લા કક્ષાએ વિજેતા થાય તેવી શુભેચ્છાઓ પાઠવી હતી.

ટિપ્પણીઓ નથી