Breaking News

હળવદ પોલીસે વિસ્કી અને દારૂની હેરાફેરી કરતા એક શખ્સને ઝડપી પાડયો



હળવદ પોલીસે પેટ્રોલિંગ માં હોય તે દરમિયાન માર્કેટિંગ યાર્ડ પાસેથી શંકાસ્પદ હાલતમાં ટીવીએસ જુપીટર લઈને નીકળેલા બળદેવ વસરામભાઈ પરમાર રહે. જીવરાજપાર્ક, ભડિયાદ, મોરબી વાળાને અટકાવી તલાશી લેતા જુપીટરમાં રહેલા બાચકામાંથી વિસ્કીની ૧૨ બોટલ અને ત્રિપલ એક્સ રમની ૪ બોટલ કિંમત રૂપિયા ૭૨૦૦ મળી આવતા રૂ.૫૦ હજારનું જુપીટર મોટર સાયકલ સહિત ૫૭,૨૦૦ નો મુદ્દામાલ કબ્જે કરી આરોપીની ધરપકડ કરી પ્રોહીબિશન એકટ મુજબ કાર્યવાહી કરી હતી. 

ટિપ્પણીઓ નથી