માળીયાના નવા ગામમાંથી ૧૫૧૫ લીટર દેશી દારૂ સહિત ૮.૬૮ લાખના સાથે બેની ધરપકડ
માળીયા તાલુકાના નવાગામમાં રહેણાંક મકાન તથા ટ્રેકટરમાંથી દેશી દારૂ લીટર-૧૫૧૫ કી.રૂ. ૩,૦૩,૦૦૦/- તથા અન્ય મુદામાલ મળી કુલ કી.રૂ. ૮, ૬૮,૦૦૦/- ના મુદામાલ સાથે બે ઝડપાયા.આ બાબતની જાણવા મળતી વિગતો મુજબ મોરબી એલસીબી તથા પેરોલ ફર્લો સ્કવોડને સયુંકતમાં ખાનગીરાહે મળેલ બાતમીના આધારે માળીયા તાલુકાના નવાગામે રહેણાંક મકાન તથા ટ્રેકટરમાંથી દેશી દારૂનો જથ્થો રાખી તેનુ વેચાણ કરે છે. તેવી બાતમીના આધારે તપાસ કરતા દેશી દારૂ લીટર-૧૫૧૫ કી.રૂ.૩,૦૩,૦૦૦/- તથા અન્ય મુદામાલ મળી કુલ કી.રૂ. ૮.૬૮,૦૦૦/- ના મુદામાલ સાથે બે ઇસમો ઝડપી પાડી પુછપરછ કરતા અન્ય ચાર શખ્સો ઇરફાન મહમદહનીફ ઉર્ફે બાબો રહે.નવા ગામ તા.માળીયા (મી), અવેશ સુભાનભાઇ કટીયા મિયાણા રહે. નવાગામ તા.માળીયા(મી), મહમદભાઇ ઉર્ફે બાબો રાયબભાઈ જેડા રહે. મોરબી રણછોડનગર મુળ નવા ગામ તા.માળીયા, ઇમરાન રાયબભાઈ જેડા રહે. મોરબી રણછોડનગર મુળ નવા ગામ તા માળીયા વાળાને ફરાર દર્શાવી કુલ-૬ ઇસમો વિરુધ્ધ માળીયા (મી) પોલીસ સ્ટેશનમાં પ્રોહીબીશન ધારા તળે ગુનો નોંધાવી આગળની ધોરણસરની કાર્યવાહી કરેલ છે.
ટિપ્પણીઓ નથી