Breaking News

ઉતરાયણના પર્વેમાં વીજ અકસ્માત નિવારવા હળવદ પી.જી.વી.સી.એલ. દ્વારા અનુરોધ

 



હળવદ વીજ તંત્ર પીજીવીસીએલ દ્વારા ગ્રાહકો તથા જાહેર જનતાને ઉત્તરાયણ પૂર્વ ઉત્સાહ અને વીજ સભામતીપૂર્વક ઉજવવા તથા વીજ અકસ્માત નિવારવા માટે પતંગ ચગાવતી વખતે અકસ્માત ન સર્જાય તેની સાવચેતી રાખવા કેટલીક બાબતો ધ્યાનમાં રાખવા અનુરોધ કરવામાં આવ્યો હતો જેમાં પતંગ ચગાવતી વખતે પતંગ કે દોરી વીજળીના થાંભલાને કે તારમાં ફસાઈ જાય તેને લેવા માટે થાંભલા પર ચડવું નહીં વીજળીના તાર કે કેબલને અડકવા નહીં વીજળીના વાયર કે તાર ઉપર પડેલા પતંગ લેવા લંગર નાખવા નહીં તેમ કરવાથી વીજળીના તાર ભેગા થતા મોટા ભડાકા થવાની અકસ્માત થવાની તેમજ વીજ વપરાશના સાધનો ઉપકરણો બળી જવાની સંભાવના રહે છે વધુમાં થાંભલા કે વીજ તારમાં અથવા વીજળીના તાર નજીક ના ઝાડમાં અટવાયેલા પતંગ લેવા માટે તાર કે લોખંડના સળિયાનો ઉપયોગી જીવલેણ નીવડે છે. ધાતુના તાર કે મેગ્નેટિક ટેપ બાંધીને પતંગ ઉડાડવી નહીં તેમ કરવાથી વીજળી ના તારને અડકતા વિજળીનો આંચકો લાગવાથી અને અકસ્માતની સંભાવના રહેલી છે નજીવી કિંમતના પતંગ માટે આપની અનમોલ કિંમતી જિંદગી જોખમમાં ના મુકાય તેનો ખ્યાલ રાખો ચાઈનીઝ દોરાનો ઉપયોગ કરવો નહીં તેનાથી વીજળીના વાયરો કપાઈ શકે છે વીજ વાયરો પસાર થતા હોય તેની સાવ નજીકથી પતંગ ઉડાડવી નહીં અને વીજ માળખાને લગતી કોઈપણ ફરિયાદ હોય તો તાત્કાલિક PGVCL કચેરીનો સંપર્ક કરવો અને અકસ્માત ન સર્જાય તેની સાવચેતી રાખવા તથા આપના બાળકોની સાથે રહી સંપૂર્ણ સલામતી સાથે ઉત્તરાયણનો ઉત્સવ ઉમંગથી ઉજવશો તેવી શુભેચ્છાઓ હળવદ પીજીવીસીએલ નાયબ કાર્યપાલ ઇજનેર જે.એલ.બરંડા દ્વારા અખબારી યાદી માં જણાવ્યું હતું.

ટિપ્પણીઓ નથી