Breaking News

ખેલ મહાકુંભ સ્પર્ધા માં ઘનશ્યામપુર માધ્યમિક શાળાના વિદ્યાર્થી તાલુકામાં પ્રથમ નંબરે



ખેલ મહાકુંભ-૩.૦ અંતર્ગત સદભાવના શૈક્ષણિક સંકુલ હળવદ ખાતે૧૦-૧-૨૦૨૫ થી તા.૧૧-૧-૨૦૨૫ દરમિયાન યોજાયેલ ATHLETICS સ્પર્ધામાં સરકારી માધ્યમિક શાળા ઘનશ્યામપુરના ધોરણ ૯ માં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓમાં યુવરાજ એમ. પઢેરીયાએ U-૧૪ ગોળાફેંકમાં, તડવી કાજલબેને U-૧૭. ૧૦૦ મીટર દોડમાં તાલુકામાં પ્રથમ નંબર પ્રાપ્ત કરેલ છે તેમજ U-૧૭ ગોળાફેંકમાં સોલંકી રાધિકાબેને ત્રીજો નંબર પ્રાપ્ત કરેલ છે જેમાં શાળાના આચાર્યશ્રી એચ.એમ. પટેલ તેમજ માર્ગદર્શક શિક્ષક શ્રી આનંદ જે. જાદવ અને પ્રિયંકા જે પટેલની સઘન પ્રેક્ટિસથી નંબર પ્રાપ્ત કરવા બદલ શાળાના આચાર્યશ્રી, શિક્ષકશ્રી, તેમજ વિધાર્થીઓને હળવદ ખેલ મહાકુંભના કન્વીનરશ્રી અને બી.આર.સી કો-ઓર્ડીનેટરશ્રી મિલનભાઈ પટેલ તેમજ હળવદ - ૧ ના સી.આર.સી. કો-ઓર્ડીનેટરશ્રી વિનોદભાઈ વિંધાણીએ ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવી તેમજ આવનારા દિવસોમાં જિલ્લા કક્ષાએ યોજાનાર ATHLETICS સ્પર્ધામાં હળવદ તાલુકાનું પ્રતિનિધિત્વ કરનાર આ બંને વિદ્યાર્થીઓ જિલ્લામાં પણ પ્રથમ નંબર પ્રાપ્ત કરીને હળવદ તાલુકાનું નામ રોશન કરે તે માટે શુભેચ્છાઓ પાઠવી છે. 

ટિપ્પણીઓ નથી