Breaking News

લીસોટા પડે તો જ હા,પછી સીધી બાવળીયામાં ઘા ! દારૂડીયાએ કાર સાથે ગામ માથે લીધું

              


 તા-૧૨-રવિવાર હળવદ તાલુકાના રાણેકપર ગામે દારૂડિયાએ આંતક મચાવ્યો હોવા નો બનાવ સામે આવ્યો છે.જેમાં તે ને સ્થાનિક લોકો સાથે મારામારી કરી પોતાની કારનો અકસ્માત પણ સજ્યો હોય પોલીસે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

પ્રાપ્ત વિગતો અનુસાર રાણેકપર ગામે એક શખ્સ દારૂ ઢીચી શેરી માં બેફામ રીતે કાર ચલાવતો હોય સાથે જ ગામની બજારમાં ફુલ સ્પીડે કાર ચલાવી બ્રેક મારી રોડ પર રોલા-સોલા અને લિસોટા પાડતો હોય જેથી સ્થાનિક લોકોએ બેફામ રીતે કાર ચલાવવાની ના પાડતા તેને ઝપાઝપી કરી ઇજા પહોંચાડી હતી. આ ઝપાઝપીમાં બે થી ત્રણ લોકોને સામાન્ય ઇજાગ્રસ્ત થયા હોવાનું જાણવા મળી રહ્યું છે. બાદમાં લોકોએ પોલીસ બોલાવતા આ શખ્સ ગોલાસણ તરફ કાર લઈને ભાગી ગયો હોય જ્યાં તેની કારની રોડના ખોટા સાથે અથડાયા બાદ બાવળીયામાં ઉતરી જતા અકસ્માત સર્જાયો હતો.અને બાદમાં આ શખ્સ કાર મૂકી નાસી છૂટયો હતો.આ શખ્સ નું નામ જયેશ દિનેશભાઈ ડાભી હોવાનું અને મયુરનગર ગામનો હોવાનું જાણવા મળ્યું છે.

વધુમાં પોલીસને કારમાંથી ઇંગલિશ દારૂના ત્રણ ચપલા પણ મળ્યા હોવાનું જાણવા મળ્યું છે. હાલ આ મામલે પોલીસે કારઅને દારૂના ત્રણ ચપલા કબજે લઈ ગુનો નોંધી પ્રા થઈ ગયેલ જયેશને ઝડપી લેવા આગળની કાર્યવાહી હાથ ધરી છે.

અત્રે ઉલ્લેખનીય છે કે આ જયેશ નામનો શખ્સ ગઈકાલે મયુરનગર ગામે ધાર્મિક સ્થળ પર તે અને તેના કેટલાક મિત્રો દારૂની પાર્ટી કરતા હોય જેને ગામના જાગૃત લોકોએ ના પાડતા બોલા ચાલી થયા બાદ ગામ લોકો વધુ ભેગા થઈ જતા જયેશ અને તેની ટોળકીના લોકો નાસી છૂટયા હતા જોકે આ બનાવને લઈ આજે મયુરનગર ના ગ્રામજનો દ્વારા હળવદ પોલીસ મથકે લેખિતમાં રજૂઆત પણ કરવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે. 

ટિપ્પણીઓ નથી