હળવદના ર પ્રતિભાશાળી ફોટોગ્રાફરનુ મુંબઈમાં શીલ્ડ આપી સન્માન કરાયું
હળવદના પ્રતિભાવાન યુવા ફોટોગ્રાફર એડીટર એવા ક્રોસ સ્ટુડિયોના માલીક નિલેશ કણજરીયા અને અર્પિત પટેલએ હાલમાં મુંબઈ ખાતે યોજાએલ Creative Visionary Award સમારંભમાં પ્રતિભાશાળી ફોટોગ્રાફરનો એવોર્ડ મેળવ્યો છે. નિલેશ કણજરીયા છેલ્લા ૧૦ વર્ષથી ફોટોગ્રાફી ક્ષેત્રે કાર્યરત છે વેડીંગ ફોટોગ્રાફીથી શરૂઆત કરીને આજે આધુનિક સમયની ટેકનોલોજી સાથે તાલ મેળવીને પોતાની આગવી શૈલીથી ફોટોગ્રાફી ક્ષેત્રે કાર્ય કરે છે અને આજે તેના કાર્યની કિર્તિ હળવદના સીમાડા વટાવીને સમગ્ર મોરબી અને સુરેન્દ્રનગર જીલ્લાને પાર કરી રહ્યા છે. અને એનું પરિણામ મુંબઈ યોજયેલા કાર્યક્રમમાં જોવા મળ્યું હતું આ એવોર્ડ કાર્યક્રમમાં મશહુર ફિલ્મ અભિનેતા ધર્મેન્દ્ર અને હેમામાલીનીના પુત્રી અભિનેત્રી રાઇટર ડાયરેક્ટર ઈશા દેઓલ હસ્તે નિલેશ કણજરીયા અને અર્પિત પટેલએ પ્રાપ્ત કરી સમગ્ર ઝાલાવાડનું નામ રોશન કર્યુ છે આ સિધ્ધિ હાંસલ કરવા બદલ સમગ્ર ઝાલાવાડ અને કણઝરીયા પરિવાર તેમજ તમામ મિત્ર વર્તુળ ગૌરવની લાગણી અનુભવી રહ્યાં છે અને સૌ કોઈ નિલેશ કણજરીયાને અભિનંદન પાઠવી રહ્યાં છે.
ટિપ્પણીઓ નથી