હળવદ તાલુકાના અજીતગઢ ગામે યોજાયેલ સ્વૈચ્છિક રકતદાન કેમ્પમાં ૧૧૦ બ્લડની બોટલ એકત્ર થઇ
હળવદ તાલુકાના અજીતગઢ ગામે આહીર દંપતી સ્વ. રાહુલભાઈ પ્રવિણભાઈ આહીર અને સ્વ. મિતલબેન રાહુલભાઈ આહીર ની પુણ્ય સ્મૃતિ સતત ત્રીજા વર્ષે અજીતગઢ મધ્યે આવેલ શ્રી શિવ મંદિર ખાતે સ્વૈચ્છિક રકતદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું આ કેમ્પમાં ૧૧૦ બ્લડની બોટલ એકત્ર કરવામાં આવી હતી જે સંસ્કાર બ્લડ બેંક ખાતે લોહી ની જરૂરિયાત છે તેવા દર્દી નારાયણ માટે ઉપયોગ માં લેવામાં આવશે આ સ્વૈચ્છિક રકતદાન કેમ્પ ને સફળ બનાવવા સ્વ. રાહુલભાઈ આહીરના મિત્ર વર્તુળ અને સ્નેહીજનો એ ભારે જહેમત ઉઠાવી હતી.
ટિપ્પણીઓ નથી