Breaking News

હળવદમાં દાડમના ખેતરો અને યાર્ડની મુલાકાત લેતા કેન્દ્રના વૈજ્ઞાનિકો




 હળવદ બ્રેકિંગ, તા- ૧૬-ગુરૂવાર દાડમનું મબલખ ઉત્પાદન આપતા હળવદ અને સુરેન્દ્રનગર જિલ્લાના પ્રાંગધ્રા વિસ્તારમાં “દાડમ પાકના ઉત્કૃષ્ટતા કેન્દ્ર" (સેન્ટર ઓફ એકસેલન્સ ફોર પોમોગ્રનેટ)ની શરૂક્ષતાઓ તપાસવા માટે દાડમ પાકનું વાવેતર કરતા ક્લસ્ટરની મુલાકાતે ભારત સરકારની NRCP National Research Centre on Pomegranate) વૈજ્ઞાનિકોની ટીમ સોલાપુરથી આવી હતી.ભારત સરકારની આઈ.સી.આર.આર. (ઈન્ડિયન કાઉન્સીલ ઓફ એગ્રીકલ્ચર રિસર્ચ) હેઠળ સોલાપુર, મહારાષ્ટ્રમાં NRCP- કાર્યરત છે જે સમગ્ર દેશમાં દાડમ માટેનું એક માત્ર સંશોધન કેન્દ્ર છે. દાડમની વૈશ્વિક ગુણવતા,ઉત્પાદન ,માર્કેટીગ રિસર્ચ સહિતની બાબતો માટે સંશોધન કેન્દ્ર ઉપયોગી થઇ શકે તેની શક્યતાનો સર્વે કેન્દ્રીય વૈજ્ઞાનિકોની ટીમે કર્યો હતો.દાડમ પાકના તજજ્ઞ સંશોધન વૈજ્ઞાનિક ડો.સંગ્રામ ધૂમલ, ડો.રાજનકુમાર સિંધ, ડો.સોમનાથ પોખરે તથા ડો. નમ્રતા ગીરીએ પ્રાંગપ્રા ખાતે અને હળવદ વિસ્તારના દાડમના ખેતરો ની મુલાકાત લીધી હતી. જયાં ખેડૂતોની ખેતી પદ્ધતિ,વાવેતર, ઉત્પાદન અને ઉત્પાદકતા તેમજ રોગ જીવાતના પ્રશ્નો અંગે ઝીપાવટ ભરી સમજ મેળવી હતી.ખેડૂતોને મૂંઝવતા પ્રશ્નો અંગેનું માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.સમગ્ર ટીમે ખાનગી ડાડમના માર્કેટની પણ મુલાકાત લીધી હતી તથા કાર્યો અંગેની માહિતી મેળવી હતી. આ તકે બ્રિજેશ જેઠલોજા-મદદ નીશ બાગાયત નિયામક મોરબી, મુકેશ ગાલવડિયા-નાયબ બાગાયત નિયામક - સુરેન્દ્રનગર, ભાવેશ કોઠારિયા- બાગાયત અધિકારીનાળવદ, વિપુલ સુરેલા- મદદનીશ બાગાયત નિયામક- રાજકોટ વિભાગ, ગણપત ચૌધરી- બાગાયત અધિકારી- ધ્રાંગધ્રા સહિતના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. 

ટિપ્પણીઓ નથી