રણમલપુર ગામના સરપંચને હોદા ઉપરથી દૂર કરતા ડીડીઓ
તા-૧૯-ગુરૂવાર હળવદના રણમલપુર ગામના સરપંચને જિલ્લા વિકાસ અધિકારીએ હોઠા ઉપરથી દૂર કરી દીપા છે.વિકાસ કામો પોતાન 1 દીકરા પારોથી કરાવી અને તેના નામનું વાઉચર બનાવ્યાનું ખુલ્યા બાદ આ કાર્યવાહી કરવામાં આવી છે. પ્રાપ્ત વિગતો અનુસાર રામ લપુર ગામના સરપંચ મુનાભાઈ દેવાભાઈ રાઠોડે ગ્રામ પંચાયતના વિકાસના કામો બ્લડ રિલેશન ધરાવતા વ્યક્તિને ન આપી શકે તેમ છતા પોતાના છોકરા પ્રવીણભાઈને આપી તેના વાઉચર પણ બનાવ્યા હતા.આ અંગેની ફરિયાદ જિલ્લા વિકાસ અધિકારી સુધી પહોંચતા તેઓએ તેમને હોદા ઉપરથી તેમજ સભ્ય પદેથી પણ દૂર કરી દીધા છે.હવે સરપંચ નો ચાર્જ ઉપસરપંચ અરવિંદભાઈ વરમોરાને આપવામાં આવ્યો છે. ઉલ્લેખનીય છે કે અગાઉ જાગૃતિબેન આ ગામના સરપંચ હતા. તે વખતે બજેટ મંજુર ન થવા વિકાસ અધિકારીએ આખી બોડીને જ સંસ્પેન્ડ કરી દીધી હતી.

ટિપ્પણીઓ નથી