Breaking News

રણમલપુર ગામે શ્રી શક્તિ માતાજી મંદિરના જીર્ણોદ્ધાર અને પુનઃપ્રાણપ્રતિષ્ઠા મહોત્સવનું આયોજન

  


   તા-૧૯ ગુરૂવાર હળવદ તાલુકાના રણમલપુર ગામે શ્રી ચરમાળીયા દાદાના મેદાન ખાતે શ્રી શક્તિ માતાજી મંદિરના જીર્ણોદ્ધાર અને પુનઃ પ્રાણપ્રતિષ્ઠા નિમિત્તે શ્રીમદ્ દેવી ભાગવત કથા યજ્ઞનું આયોજ ન કરવામાં આવ્યું છે. આ કથાનો પ્રારંભ તા.૨૧ જાન્યુઆરી ને સોમવારના થશે તેમજ તા.૨૯ જાન્યુઆરીને બુધવારના પૂર્ણાહુતિ -જી અરેના રૂપામાંયા મકતા ની વેદાંતાચાર્ય ડો.દિલીપજી વ્યાસ દ્વારા કથાનું રસપાન કરવામાં આવશે. કથાનો સમય સવારે ૮: ૩૦ થી ૧૨:૦૦ વાગ્યા સુધી એ ને બપોરે ૨:૩૦ થી ૫:૩૦ સુધી ને રહેશે.કથા દરમિયાન વિવિધ ધાર્મિક ઉત્સવો પણ ઉજવવામાં આવશે સાથે જ આ કથા દરમિયા ન રાત્રીના સંતવાણી કાર્યક્રમ યોજવામાં આવશે.કયાદરમિયાન બંને સમયે મહાપ્રસાદનું પણ આવોજન કરાયું છે. 

૨૧-૧-૨૦૨૫ ને મંગળવારના રોજ યોજાના સંતવાણીમાં ગોપાલ સાધુ, અનુપમસિંહ વાઘેલા, આશિષ પ્રજાપતિ અને પરમ પૂજ્ય મહંત પ્રભુચરણ દાસજી બાપુ હાજર રહેશે, ૨૨ જાન્યુઆરીએ યોજાનાર સંતવાણીમાં નિરંજન પંડયા, જયશ્રીબેન પંડયા અને સબીર ઉસ્તાદ એન્ડ ગ્રુપ હાજર રહે છે. ૨૩ જાન્યુઆરીના રોજ જામજોધપુરના બાળ કલાકારો દ્વારા મા-બાપને ભૂલશો નહીંનું રાત્રિના આઠ કલાકે અદભુત નાટક રજૂ કરશે, તેની સાથે જ રાત્રે ૧૦:૦૦ કલાકે મોટીવેશન સ્પીકર મનીપ વધાસિયા હાજર રહેશે, ૨૪ જાન્યુઆરીના રોજ યોજાના સંતવાણીમાં રાજભા ગઢવી અને નારણભાઈ ઠાકર હાજર રહેશે, ૨૫ જાન્યુઆરીના રોજ શ્રી ઝાલાવાડી રામધૂન મોટી હાજર રહેશે, ૨૯ જાન્યુઆરીના રોજ ભવ્ય રાસ ગરબા યોજાશે જેમાં અલવીરા મીર અને હાર્દિક દવે હાજર રહેશે જયારે ૨૮ જાન્યુઆરીના રોજ યોજાનાર સંતવાણીના કાર્યક્રમમાં કિર્તીદાન ગઢવી અને મિલન તળાવીયા હાજર રહેશે.આ કાર્યક્રમમાં અને કથાનું રસપાન કરવા સૌ ધર્મ પ્રેમી જનતાને રણમલપુર ગામ સમસ્ત દ્વારા આમંત્રણ અપાયું છે. 

મહંત શ્રી અંબારામદાસજી મહારાજ (રાજ સીતાપુર મંદિર),૧૦૮ મહંત શ્રી દુર્ગાદાસજી મહારાજ (સાયલા મંદિર), પરમ પૂજ્ય વાસુદેવજી મહારાજ(પીપળીધામ), તપોમૂર્તિ શ્રી ભક્તિ નંદનદાસજી સ્વામી(હરિકૃ પણ ધામ રણજીતગઢ), સદગુરુ શ્રી રામકૃષ્ણ દાસજી સ્વામી (સંસ્કાર પામ પાંગધ્રા), મહંત શ્રી કિશોરદાસજી મહારાજ (તરણેતર), મહંત શ્રી દલસુખ બાપુ(નકલંકધામ હળવદ), શાસ્ત્રી શ્રી સત્ય પ્રકારાજી સ્વામી (પાંગધ્રા),શ્રી નારાયણ સ્વરૂપ દાસજી સ્વામી (ભગવત ધામ ધાંગધ્રા),મહંત શ્રી ભરતદાસજી મહારાજ (વાંકાનેર), ચતુર્ભુજ દાસજી સ્વામી (સુરેન્દ્રનગર), મહંત શ્રી મહાવીર દાસજી સ્વામી (રામમોલ ધાંગધ્રા), મહંત શ્રીઆનંદ દાસ બાપુ (સિંધાવદર) અને મહંત શ્રી પ્રભુચરણદાસજી બાપુ કવાડીયા હાજર રહેશે.

ટિપ્પણીઓ નથી