હળવદ તાલુકાનાં રણમલપુર ગામના સરપંચે દીકરાના નામના વાઉચર બનાવતા જિલ્લા વિકાસ અધિકારીએ હોદ્દા પરથી દૂર કર્યા
હળવદ તાલુકાનાં રણમલપુર ગામના સરપંચે વિવિધ વિકાસ કામો કર્યા હતા અને ત્યાર બાદ તેના વાઉચર પોતાના દીકરા પાસેથી બનાવ્યા હતા અને તેના નામનું વાઉચરમાં હોવાથી ડીડીઓ દ્વારા સરપંચને હોદા ઉપરથી દૂર કરવા હુકમ કરેલ છે.મોરબીના ડીડીઓ દ્વારા રણમલપુર ગામના સરપંચ મુનાભાઈ દેવાભાઈ રાઠોડે હોદા ઉપરથી દૂર કરી દેવામાં આવેલ છે કેમ કે, આ ગામમાં ગ્રામ પંચાયત દ્વારા વિવિધ વિકાસના કામો કરવામાં આવ્યા હતા અને સરપંચે બ્લડ રિલેશન ધરાવતા વ્યક્તિને કામ ન આપી શકે તેમ છતા પોતાના દીકરાના પ્રવીણભાઈને કામ આપીને તેના વાઉચર બનાવ્યા હતા. જેની ફરિયાદ ડીડીઓને કરવામાં આવી હતી જેથી સરપંચને હોદા ઉપરથી દૂર કરવામાં આવેલ છે. અને હાલમાં સરપંચનો ચાર્જ ઉપસરપંચ અરવિંદભાઈ વરમોરાને આપવામાં આવ્યો છે. અત્રે ઉલ્લેખનીય છે કે અગાઉ આ ગામના સરપંચ હતા ત્યારે બજેટ મંજુર થયું ન હતું જેથી કરીને ડીડીઓ દ્વારા ત્યારે આખી બોડીને સસ્પેન્ડ કરવામાં આવી હતી.
ટિપ્પણીઓ નથી