Breaking News

હળવદ શહેરમાં નગરપાલિકાની ચૂંટણીમાં સૌ પ્રથમ વાર આમ આદમી પાર્ટીના ઉમેદવારની ઉમેદવારી

 




મોરબી જીલ્લાના હળવદ શહેરમાં આમ આદમી પાર્ટીની વિચારધારા થી પ્રેરિત થઈ શિક્ષિત લોકો પાર્ટી સાથે જોડાય રહ્યા છે ત્યારે આજે આટલા વર્ષોથી હળવદમાં ભાજપનું શાશન હોઈ છતા લોકો રોડ રસ્તા, ઉભરાતી ગટરો, પીવાના પાણી આવા ઘણા બધા પ્રશ્નો થી જનતા પીડાય રહી છે ત્યારે હળવદના લોકો એ આ વખતે પરિવર્તનનું મન બનાવી લીધું છે આ સમયે શિક્ષિત એવા એડવોકેટ ધવલભાઈ તેમજ વેપાર સાથે સંકળાયેલા હર્ષભાઈ પંચોલી આ બને ઉમેદવારે બહોળી સંખ્યામાં કાર્યકર્તા સાથે આમ આદમી પાર્ટી તરફ થી પોતાની ઉમેદવારી નોંધાવી છે અને આવનારા સમયમાં બધા વોર્ડના ઉમેદવારના ઉમેદવારી પત્રો રજૂ કરવામાં આવશે આ સમયે સ્ટેટ લીગલ સેલ પ્રમુખ પ્રણવભાઈ ઠક્કર, જીલ્લા પ્રભારી પંકજભાઈ રાણસરિયા, જીલ્લા પ્રમુખ મહાદેવભાઈ પટેલ, મોરબી જિલ્લા ટીમ તેમજ હળવદ પ્રભારી કમલેશ ભાઈ શહેર પ્રમુખ વિપુલ રબારી, તાલુકા પ્રમુખ ચંદુભાઈ મોરી તેમજ હળવદના કાર્યકર્તા બહોળી સંખ્યામાં હાજર રહ્યા હતા

ટિપ્પણીઓ નથી