હળવદ ખાતે એસ.ટી વિભાગના વિભાગીય નિયામક દ્વારા એસ.ટી ને લગતા પ્રશ્નો સાંભળી સત્વરે નિરાકરણ થાય તે અંગે બેઠક મળી
સાંસદ ચંદુભાઈ શિહોરા અને ધારાસભ્ય પ્રકાશભાઈ વરમોરાની સૂચના મુજબ બેઠકનું આયોજન થયું :
હળવદ એ પ્રગતિશીલ તાલુકો છે હળવદ માં વસ્તી પણ દિન પ્રતિદિન વધતી જાય છે અને ધંધા વ્યાપાર અને APMC પણ પ્રગતિ ની એક નવી ઊંચાઈ સર કરી રહ્યું છે અને ખેતી ક્ષેત્રે પણ હળવદ અવ્વલ છે ત્યારે હળવદ ગુજરાત અને બીજા રાજ્યો માંથી ખેત મજુરો અને અન્ય શ્રમજીવીઓ ખુબ મોટી સંખ્યા માં આવે છે ત્યારે હળવદ થી અન્ય શહેરો માં આવવા તથા જવા માટે ની કનેક્ટિવિટી સરલતા થી ઉપલબ્ધ થામ તથા હળવદ તાલુકાના મુસાફરો ની સુવિધાઓ માં વધારો થાય તેવા શુભ આશય થી સાંસદ ચંદુભાઈ શિહોરા અને ધારાસભ્ય પ્રકારાભાઈ વરમોરા ની સૂચના મુજબ હળવદ ખાતે એસ.ટી નિગમના રાજકોટ વિભાગના વિભાગીય નિયામક કાલોત્રા સાહેબ દ્વારા હળવદના વેપારી આગેવાનો અને સામાજિક રાજકીય આગેવાનો સાથે બેઠક યોજી હતી જેમાં અનેકવિધ ચોક હિત ના | પ્રશ્નો સાંભળવામાં આવ્યા હતા અને તે મળવામાં પ્રશ્નોનું સત્વરે નિરાકરણ થાય તે માટે ઘટતી કાર્યવાહી કરવા વિભાગના અધિકારી દ્વારા કટિબદ્ધતા દર્શાવી હતી લોક પ્રશ્નોમાં આ મુજબ ના પ્રશ્નો રજૂ કરવામાં આવ્યા હતા હળવદ સરા ચોકડીથી બપોર પછી ખૂજ બાજુની મોટા ભાગની બસો આથપાસ જાય છે જે ચોકડી બાયપાસ જતી બસો બસ સ્ટેન્ડથી જાય તેમ કરવું, મોરબી - સૂરત, ભૂજ - સૂરત, ભુજ- વડોદરા લકસરી, એક્સપ્રેસ બસ હળવદ બસ સ્ટેન્ડ નથી આવતી તે બસો બસ સ્ટેન્ડ થઈને જાઈ, મોટા ધાર્મિક સ્થળે જવાય તે માટે હળવદ થી સોમનાથ, હળવદ થી દ્વારકા અને હળવદ શ્રી અમરેલી બસ શરૂ કરવામા આવે, રાજકોટ જવા માટે સવારે બસ ગયા પછી એક પણ બસ નથી. ૧૨ વાગેની બપોરે હળવદ થી રાજકોટ વાયા મોરબી બસ ચાલુ કરવી, બપોર ૧૧ વાગે મોરબી બગ્ન ગયા પછી ૧૨.૪૫ બા આવે છે એટલે વચ્ચે ના સમય માં લોકલ બસ ચાલુ કરવી જેના કારણે ગામડાંના લોકો અને વિદ્યાર્થી ભાઈ બહેનો ને પણ સુવિધા મળે, વાંકાનેર- રાજકોટ સવારે જતી બસ અને રાજકોટ - મોરબી- ધ્રાંગધ્રા જે રાજકોટ શ્રી રાત્રે ૦૮.૩૦ ઉપડે તે પણ ચાલુ રાખવી. હળવદ બસ સ્ટેન્ડમાં સીસીટીવી કેમેરા અને સિક્યુરિટી ગાર્ડ મૂકવા, પાર્કિંગ સુવિધા ઉપલબ્ધ કરાવવી, ચોકડી ખાતે પિકઅપ સ્ટેન્ડનું નિર્માણ કરવું. દેવિપુર ગામને ખસનો સ્ટોપ આપવો, ચરાડવા- ઈશ્વરનગર વિદ્યાર્થીઓ માટે નવો રૂટ શરૂ કરવો, ગ્રામ્ય વિસ્તારમાં નવા બસ રૂટ શરૂ કરવા સહિત અનેક લોક પ્રશ્નોની રજૂઆત કરવામાં આવી હતી જેમાં શક્ય તેટલા પ્રશ્નો નું નિરાકરણ લાવવા અધિકારીશ્રી દ્વારા કટિબદ્ધતા દાખવી હતી અંત્રે ઉલ્લેખનીય છે કે હળવદ માં સી પ્રથમ વખત આ પ્રકારે એસ.ટી વિભાગના ઉચ્ચ અધિકારીશ્રી દ્વારા બેઠક યોજી અને લોકોના પ્રશ્નો ને વાચા આપી છે.
ટિપ્પણીઓ નથી