Breaking News

જગતના તાત પર ફરી એક બોજ : ઇફ્કો દ્વારા રાસાયણિક ખાતરના ભાવમાં કરાયો વધારો

 


ખેડૂતોના ખેત પેદાશોના ભાવ પૂરતા મળતા નથી અને વધુ વરસાદ, ટાઈમે પાણી મળે નહીં અને મોંઘી રાસાયણિક દવા ખેત મજૂરી વધી ગય ડીઝલના ભાવ વધી ગયા તેવી ખેડૂતોની બુમરાણ વચ્ચે ૫૦ કિલોની બેગ પર ૨૫૦ રૂપિયાનો ભાવ વધારો ઝીંકાયો રાજ્યમાં ખેડૂતોને જોરદાર ફટકો લાગ્યો છે. કેમ કે ઇફ્તોએ રાસાયણિક ખાતરના ભાવમાં વધારો કરાયો છે જેમાં રૂપિયા ૨૫૦ નો વધારો કરવામાં આવતા ખેડૂતોને આર્થિક રીતે હેરાન થવાનો વારો આવશે. એક તરફ ખેડૂતોને પુરતુ ખાતર મળી નથી રહ્યું અને એક થેલી ખાતર લેવા માટે લાઈનો લગાવી પડે છે ત્યારે બીજી તરફ ઇકોએ NPK ૧૦,૨૬,૨૬ ખાતર અને NPK ૧૨,૩૨,૧૬ ખાતરના ભાવમાં વધારો ઝીંકાયો છે. જેમાં ૫૦ કિલોની બેગ પર ઇફકોએ ૨૫૦ રૂ.નો વધારો કર્યો છે. જેમાં ૫૦ કિલોની બેગ નવો ભાવ રૂપિયા ૧૭૨૦ પહોંચ્યો છે. ત્યારે ઇકો દ્વારા રૂપિયા 250 નો બોજો નાખવામાં આવતા ખેડુતોને ખેત ઉત્પાદન ખર્ચમાં વધારો થશે તેમજ નાના ખેડૂતોને આર્થીક પરેશાની થવાની વારી આવશે. હાલ આ ભાવ વધારો થતા ખેડૂતોમાં ચિંતાનો માહોલ છવાય ગયો છે. 

ટિપ્પણીઓ નથી