હળવદમાં સેન્ટર ઓફ એક્સલન્સ સ સ્થાપવા ધારાસભ્યની મુખ્યમંત્રીને રજૂઆત
તાજેતરમાં સરકાર દ્વારા ગુજરાત ના વિવિધ જિલ્લાઓમાં ભાગાવત પાક માટેના સેન્ટર ઓફ એક્સલન્સ સ્થાપવાની જાહેરાત કરવામાં આવી છે.ત્યારે હળવદ- પ્રાંગધ્રા મત વિસ્તારના ધારાસભ્ય પ્રકાશભાઈ વરમોરાએ મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અને કૃષિ મંત્રી રાઘવજીભાઈ પટેલને વૈખિત રજૂઆત કરીને હળવદમાં પણ બાગાયત પાક માટેના સેન્ટર ઓફ એક્સલન્સ સ્થાપવા જણાવ્યું છે. ધારાસભ્ય પ્રકાશભાઈ વરમોરાએ લેખિત રજૂઆતમાં જણાવ્યું છે કે,હળવદ ખાતે આવેલા ફ્રુટ માર્કેટમાં સિઝનમાં દરોજ આશરે ૪૦૦થી ૫૦૦ ટન જેટલા દાડમનું વેચાણ/નિકાસ કરવામાં આવે છે. રોજ બે-ત્રણ ગાડી લીંબુ ભરી ને દિલ્હી ખાતે નિકાસ કરવામાં આવે છે.જો હળવદમાં સેન્ટર ઓફ એક્સલન્સ સ્થાપવામાં આવે તો ખેડૂતોને આધુનિક કૃષિ પદ્ધતિઓ નો લાભ મળશે. ઉપરાંત આ સેન્ટર ના લીધે ફળ શાકભાજી,મસાલા અને ફૂલોની વૈજ્ઞાનિક ખેતીને પ્રોત્સાહન મળશે. ખેડૂતો આ સેન્ટરોની મદદથી આધુનિક વાવેતર કરી વધુ પાક મેળવી શકશે.તેથી હળવદ વિસ્તારમાં પણ બાગાયત પાક માટેના સેન્ટર ઓફ એક્સલન્સ સ્થાપવામાં આવે તેવી રજૂઆત કરાઈ છે.

ટિપ્પણીઓ નથી