હળવદમાં રવિવારે સતવારા સમાજના સમૂહ લગ્ન: ૧૭ યુગલો પ્રભુતામાં પગલાં માંડશે
કરિયાવરમાં ૧૦૧ આઈટમો આપીને દીકરીઓને ધામધૂમથી સાસરે વળાવાશે : મોટી સંખ્યામાં સમાજના અગ્રણીઓ આશીર્વાદ આપવા ઉપસ્થિત રહેશે:
તા-૧૮-શનિવાર હળવદ શહેરમાં આગામી રવિવારના રોજ સતવારા સમાજ ના સમૂહ લગ્નોત્સવ પોજાનાર છે.જેમાં ૧૭ યુગલો પ્રભુતામાં પગલાં માંડવાના છે. આ વેળાએ તમામ દીકરીઓને ૧૦૧ આઇટમો કરિયાવરમાં આપીને ધામધુમથી વળાવવામાં આવશે. શ્રી સતવારા બાળ યુવા કેળવણી મંડળ હળવદ તથા ગ્રામ્ય મંડળ દ્વારા તા. ૧૯ જાન્યુઆરીને રવિવારે પરમેશ્વર પાર્ટી પ્લોટ. મોરબી ચોકડી પાસે હળવદ- માળીયા હાઈવે હળવદ ખાતે સમૂહ લગ્નોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં ગણેશ સ્થાપન તા.૧૮ને શનિવારે બપોરે ૨ કલાકે મુખ્ય યજમાનના હસ્તે થશે.જાન આગમન તા.૧૯ને રવિવારે સવારે ૭ કલાકે પરમેશ્વર પાર્ટી પ્લોટ ખાતે થશે. સામેયું સવારે ૮:૧૫ કલાકે યોજાશે. હસ્ત મેળાપ ૧૦:૩૧ કલાકે, આશીર્વચન બપોરે ૧૨: ૩૦ કલાકે અને ભોજન સમારોહ સવારે ૧૦ વાગ્યાથી શરૂ થશે. ત્યારબાદ કન્યા વિદાય બપોરે ૨: ૨૦ કલાકે યોજાશે. આ વેળાએ મોટી સંખ્યામાં સમાજના અગ્રણીઓ ઉપસ્થિત રહી નવયુગલોને આશીર્વાદ આપશે.
ટિપ્પણીઓ નથી