Breaking News

"કેન્દ્રીય બજેટ 2025-26: શું સસ્તુ થયું અને શું મોંઘું?"



1 ફેબ્રુઆરી એટલે કે આજે નિર્મલા સીતારામણે નાણાકીય વર્ષ 2025-26નું બજેટ રજૂ કર્યું છે.
આ સાથે, નિર્મલા સીતારામણે સતત આઠમી વખત બજેટ રજૂ કર્યું છે.

નાણામંત્રી દ્વારા કેટલાક મહત્વના સેક્ટર્સ પર ટેક્સ ઘટાડાની જાહેરાત કરવામાં આવી છે.
બજેટમાં અનેક વસ્તુઓ સસ્તી થઈ છે, જ્યારે કેટલીક જીવન જરૂરી વસ્તુઓના ભાવમાં વધારો થયો છે.

📉 આ વસ્તુઓ થઈ સસ્તી:

  • મોબાઈલ ફોન સસ્તા થશે.
  • કેન્સરની દવાઓ સસ્તી થશે.
  • તબીબી ઉપકરણો સસ્તા થશે.
  • LCD અને LED સ્ક્રીન સસ્તી થશે.
  • ભારતમાં બનેલા કપડાં સસ્તા થશે.
  • ઇલેક્ટ્રિક વાહનો પરની છૂટને કારણે બેટરીથી ચાલતા વાહનો સસ્તા થશે.
  • મોટરસાયકલ સસ્તી થશે.
  • કોબાલ્ટ પાવડર સસ્તું થશે.
  • લિથિયમ બેટરી સસ્તી થશે.
  • જહાજ નિર્માણ માટેનો કાચો માલવધુ 10 વર્ષ માટે કસ્ટમ ડ્યૂટીમાંથી મુક્તિ મળશે.

📈 શું મોંઘું થયું?

  • ગુંથેલા કપડાં મોંઘા થશે.
  • ફાસ્ટ ફૂડ ઉદ્યોગ પર સરકારે લાલ આંખ કરી, જેના કારણે ભાવ વધવાની સંભાવના છે.
  • બજેટ મુજબ, બાળકો અને પુખ્ત વયના લોકો માટેની કેટલીક જરૂરી વસ્તુઓ મોંઘી થવાની ધારણા છે.

બજેટ કેટલાક ઉદ્યોગો માટે મેડિકલ, ટેકનોલોજી અને ઓટોમોબાઈલ સેક્ટરમાં રાહત લાવતું છે, જ્યારે ફૂડ અને ટેક્સટાઈલ ઉદ્યોગ માટે થોડો બોજ ઉમેરી શકે છે.

ટિપ્પણીઓ નથી