મોરબી જિલ્લાની બાગાયતી ખેતી: દાડમ ઉદ્યોગમાં અગ્રણી સ્થળ
મોરબી જિલ્લો, જે વિશ્વભરમાં પોતાની ઘડિયાળ અને સિરામિક ઉદ્યોગ માટે ઓળખાય છે, કૃષિ ક્ષેત્રમાં પણ સમગ્ર ગુજરાત અને સૌરાષ્ટ્રમાં આગવી ઓળખ ધરાવે છે.
જિલ્લામાં બાગાયતી પાકની ખેતી અંદાજે 4500 હેક્ટર જમીન પર થાય છે, જેમાં 2500થી વધુ ખેડૂત જોડાયેલા છે. ખાસ કરીને દાડમની ખેતીમાં મોરબી જિલ્લો સૌરાષ્ટ્રમાં પ્રથમ અને ગુજરાત રાજ્યમાં ત્રીજા ક્રમે છે.
મોરબી જિલ્લામાં અંદાજિત 2500 જેટલા ખેડૂતો દાડમની ખેતી કરે છે, જેમાંથી માત્ર હળવદ તાલુકામાં જ 2000 ખેડૂતો સંકળાયેલા છે. હળવદ તાલુકામાં દાડમના વેચાણ માટે પાંચ ખાનગી માર્કેટિંગ યાર્ડ કાર્યરત છે.
જિલ્લાના કુલ 4500 હેક્ટરમાંથી 3800 હેક્ટર જમીન માત્ર હળવદ તાલુકામાં દાડમની ખેતી માટે વપરાય છે. હળવદની આ પાંચ ફ્રૂટ માર્કેટિંગ યાર્ડો દ્વારા વાર્ષિક અંદાજિત 100 કરોડ રૂપિયાનો ટર્નઓવર થાય છે.

ટિપ્પણીઓ નથી