Breaking News

હળવદની તક્ષશિલા સંકુલ દ્વારા પ્રિબોર્ડ પરીક્ષા અન્ય શાળામાં લઈ પરીક્ષાનો હાઉ દૂર કરવાનો પ્રયાસ કરાયો

 


હળવદની તક્ષશિલા વિદ્યાલયમાં ધો-૧૦ અને ૧૨ સામાન્ય અને વિજ્ઞાન પ્રવાહમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ માટે બોર્ડની સ્ટાઇલ મુજબ પરીક્ષાનું આયોજન કરવામાં આવ્યું. આ પરીક્ષા આપવાથી વિધાર્થીમાં બોર્ડની પરીક્ષા આપવા માટેનો ભય દૂર થાય અને પરીક્ષાનું પેપર સમયસર પૂર્ણ કરી શકે તેમજ વિદ્યાર્થીઓને આ પરીક્ષામાં બોર્ડ પ્રમાણે હોલ ટિકિટ, બારકોડ સ્ટીકર, ખાખી સ્ટીકર, ૦૧ પત્રક, ઉત્તરવહીમાં વિદ્યાર્થીઓએ કયાં સહી કરવી, સીટ નંબર લખવા વગેરે જેવી બાબતોથી પરિચિત થાય તેવા હેતુથી આ પરીક્ષાનું આયોજન કરવામાં આવ્યું હતું. પરીક્ષા તક્ષશિલા બી.એડ કોલેજની બિલ્ડિંગમાં ગોઠવવામાં આવી હતી, સુપરવિઝન કરતા શિક્ષકો બી.એડ કોલેજના પ્રાધ્યાપકશ્રી રહયા હતા. તેમજ ડી વી પરખાણી શાળાના પ્રિન્સિપાલ અનિલભાઈ પટેલ, સમલી શાળાના શિક્ષકશ્રી મનહરભાઈ માલવણીયા, હળવદ તાલુકાના શિક્ષણ શાખામાંથી લાલભાઈ પટેલે સ્કવોર્ડ તરીકે ભૂમિકા ભજવીને સહકાર આપ્યો હતો. સમગ્ર પરીક્ષાનું આયોજન શાળાના શિક્ષકશ્રી ઉડેચા અલ્પેશભાઈ અને જોગરાણા મેહુલભાઈએ કર્યું હતું. સ્થળ સંચાલકશ્રી એ.ડી સોલંકી સહિત પરીક્ષાનુ નિરીક્ષણ કાર્ય શાળાના એમ.ડી મહેશભાઈ પટેલ, રમેશભાઈ કૈલાએ કર્યું હતું. બહારથી આવેલ શિક્ષકો આ પરીક્ષાની વ્યવસ્થાથી ખૂબ પ્રભાવિત થયા હતા અને શાળાની આવી કામગીરીને બિરદાવી હતી.

ટિપ્પણીઓ નથી