રીક્ષા અને બાઈક વચ્ચે અકસ્માત, સગીરનું મૃત્યુ
હળવદ માનસર રોડ ઉપર અચાનક બાઈક ચાલક રોડ ઉપર આવી જતા રીક્ષા સાથે અકસ્માત સર્જાયો હતો જેને પગલે રીક્ષામાં બેઠેલા બે બાળકોને ઈજાઓ પહોંચી હતી જેમાં એક સગીરને છાતીના ભાગે ગંભીર ઈજા થતાં મૃત્યુ નિપજતા બનાવ અંગે હળવદ પોલીસ મથકમાં ગુન્હો નોંધાયો છે.
બનાવ અંગે જાણવા મળતી વિગતો મુજબ હળવદ - માનસર રોડ ઉપર જીજે - ૦૩ - યુબી -૩૩૪૨ નંબરની રીક્ષા આડે જીજે - ૩૬ - એ એન - ૪૫૦૨ નંબરનો બાઈક ચાલક અચાનક રોડ ઉપર આવી જતા રીક્ષામાં બેઠેલા માનવ મહેશભાઈ જાદવ ને ઈજા પહોંચી હતી તેમજ ફરિયાદી મહેશભાઈ મગનભાઈ જાદવના ભત્રીજા કરણ ઉ.૧૩ને પાસળીના ભાગે ગંભીર ઈજાઓ થતા મૃત્યુ નિપજતા મહેશભાઈએ બાઈક ચાલક વિરુદ્ધ હળવદ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી.

ટિપ્પણીઓ નથી