શુક્રવારે હળવદમાં ખારીવાડી બહેનોના સ્વામિનારાયણ મંદિરનો ખાતમુહૂર્ત સમારોહ યોજાશે
હળવદના ખારીવાડી વિસ્તારમાં મુળી તાબાનું બહેનોનું સ્વામિ નારાયણ મંદિર નવનિર્માણ થવા જઈ રહ્યું છે.ત્યારે આ મંદિરનો ખાતમુહૂર્ત સમારોહ આવતી કાલે તારીખ ૭ ફેબ્રુઆરીને શુક્રવારના રોજ યોજાશે.
ભાવિઆચાર્ય ૧૦૮ લાલજી મહારાજ વજેન્દ્રપ્રસાદજી મહારાજના હસ્તે ખારીવાડી બહેનોનું સ્વામિનારાયણ મંદિરનું ખાતમુહૂર્ત થશે.ખાતમુહૂર્ત પ્રસંગે ૭ ફેબ્રુઆરીએ સવારે ૮-૩૦ થી ૧૨ વાગ્યા સુધી સામંતસર તળાવની પાળ ખાતે વિવિધ કાર્યક્રમોનું આયોજન કરાયું છે. જેમાં સવારે ૮-૩૦ થી ૧૨ વાગ્યા સુધી ધૂન, સંકિર્તન આરાધના (મુન્ના મહારાજ મ્યૂઝીકલ ગ્રુપ) કરવામાં આવશે.મુળી ધામના ધર્મવલ્લભદાસજી સ્વામી અને હળવદના ભક્તિનંદનદાસજી સ્વામી દ્વારા સત્સંગ કથામૃત કરવામાં આવશે.સામંતસર તળાવની પાળે ભવ્ય દિવ્ય શાકોત્સવનું આયોજન કરાયું છે. સાથે જ નૂતન મંદિર નિર્માણના ભૂમિદાતા યજમાનોનું સન્માન કરવામાં આવશે.સવારે ૮ થી ૧૨ વાગ્યા સુધી

ટિપ્પણીઓ નથી