Breaking News

હળવદ શહેર ભાજપ દ્વારા નગરપાલિકા ચૂંટણી અન્વયે મધ્યસ્થ ચૂંટણી કાર્યાલયનું ઉદઘાટન કરવામાં આવ્યું

 


  ભારતીય જનતા પાર્ટી હળવદ શહેર દ્વારા હળવદ નગરપાલિકા ચૂંટણી સામાન્ય ચૂંટણી ૨૦૨૫ અન્વયે મધ્યસ્થ ચૂંટણી કાર્યાલયનું ઉદઘાટન કરવામાં આવ્યું હતું સાથે સાથે જંગી જાહેર સભાનું પણ આયોજન કરવામાં આવ્યું હતું જેમાં પ્રદેશ ભાજપ ઉપાધ્યક્ષ જયંતીભાઈ કવાડિયા, જિલ્લા ભાજપ પ્રમુખ રણછોડભાઈ દલવાડી, સંસદસભ્ય ચંદુભાઈ શીહોરા, જિલ્લા પંચાયત પ્રમુખ હંસાબેન પારેઘી, ધારાસભ્ય પ્રકાશભાઈ વરમોરા, કાંતિભાઈ અમૃતિયા, જીતુભાઈ સોમાણી, જિલ્લા ભાજપ મહામંત્રી જેઠાભાઈ મીયાત્રા, બિપીનભાઈ દવે, જશુભાઇ પટેલ, પૂજ્ય દિપકદાશજી મહારાજ, અજયભાઈ રાવલ, દાદાભાઈ ડાંગર સહિત પદાધિકારીઓ એ પ્રસંગોચિત ઉદ્બોધન કર્યું હતું અને ૭ વોર્ડની ૨૮ બેઠક પર ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારોનો વિજય થાય તેવો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો આ કાર્યક્રમ માં હળવદ શહેરના દરેક વોર્ડ માંથી પાર્ટીના સિનિયર આગેવાનો કાર્યકર્તાઓ તેમજ સામાજિક ધાર્મિક આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા આ કાર્યક્રમને સફળ બનાવવા શહેર ભાજપ પ્રમુખ તપનભાઈ દવે, મહામંત્રી રમેશભાઈ ભગત, ડૉ અનિલભાઈ પટેલ સહિત યુવા કાર્યકરો એ ભારે જહેમત ઉઠાવી હતી. 

ટિપ્પણીઓ નથી