સતવારા સમાજની ક્રિકેટ ટુર્નામેન્ટ યોજાઈ : બાર ટીમોએ ભાગ લીધો
૧૩ ફેબ્રુઆરીના રોજ ફાઈનલ હોય જેથી બજરંગ ઈલેવન હળવદ અને સિધ્ધનાથ સુપર કિંગ નવા માળીયાદ વચ્ચે બરાબરીનો મુકાબલો જામ્યો હતો અને અંતે ભારે રસાકસી બાદ બજરંગ ઈલેવન હળવદ ટીમ ચેમ્પિયન બની હતી જ્યારે સિદ્ધ નાથ સુપર કિંગ નવા માલણીયા રનર્સઅપ તરીકે રહી હતી.જેથી ચેમ્પિયન બનેલ ટીમને ૮૧૦૦ અને રનર્સઅપ ટીમને ૪૧૦૦ની રોકડ પુરસ્કાર આપવામાં આવી હતી.
આ ક્રિકેટ ટુર્નામેન્ટ ને સફળ બનાવવા હળવદ તાલુકાના દલવાડી સમાજના ઈતેશભાઈ રાઠોડ, પ્રવીણભાઈ કણઝરીયા, મહિપતભાઈ ચાવડા, સનીભાઈ દલવાડી, સહદેવ ભાઈ સોનગરા, દેવજીભાઈ વિનોદભાઈ અશ્વિનભાઈ કણઝરીયા, તારબુંદીયા, તારગુંદીયા સહિતનાઓ જોડાયા હતા.

ટિપ્પણીઓ નથી