હળવદમાં બંદૂક બતાવીને જાનથી મારી નાખવાની ધમકી!
હળવદમાં બે શખ્સોએ બંદૂક બતાવી જાનથી મારી નાખવાની ધમકી આપી હોવાનો બનાવ સામે આવ્યો છે.પોલીસે બન્ને શખ્સો વિરૂદ્ધ ગુનો દાખલ કરી આગળ ની કાર્યવાહી હાથ ધરી છે.
હળવદ પોલીસ મથક ખાતે રણછોડભાઈ ઓધવજીભાઈ ચાવડા ઉ.વ.૫૦ રહે.કૃષ્ણનગર હનુમાનજીના મંદિર પાસે,હળવદ વાળાએ પંકજ ચમનભાઈ ગોઠી રહે હળવદ કણબીપરા અને મેહુલ ઉર્ફે મેરૂ પ્રેમજીભાઈ દલવાડી રહે. હળવદ કણબીપરા વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી કે હળવદ ના મોરબી દરવાજે પટેલ વાડી પાસે આવેલ ભગવતી પાન નામ ની દુકાન પાસે તેઓ દયારામ ભાઈ સાથે ઉભા હતા.તે વેળાએ આરોપી પંકજભાઈ તથા તેનો મિત્ર મેહુલભાઈ ઉર્ફે મેરૂભાઈ બન્નેએ દયારામભાઈને બંદુક જેવુ હથીયાર બતાવી ગાળો આપી તથા જાનથી મારી નાખવાની ધમકી આપી હતી.પોલીસે આ ફરિયાદ ના આધારે બન્ને શખ્સ વિરુદ્ધ ગુનો દાખલ કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

ટિપ્પણીઓ નથી