હળવદના સુર્યનગરથી પાંડાતીરથ જવાના રોડ ઉપર આવેલુ નાલુ જર્જરીત
હળવદના સુર્યનગરથી પાંડાતીરથ જવાના રોડ ઉપર આવેલ બ્રાહ્મણી-૧ કેનાલ પરનું નાલુ જર્જરીત હાલતમાં હોવાથી આ મામલે તાલુકા વિકાસ અધિકારીને તાકીદે પગલાં લેવા રજુઆત કરવામાં આવી છે.
સહદેવસિંહ ચૌહાણ દ્વારા રજુઆતમાં જણાવાયુ છે કે હળવદ તાલુકાના સુર્યનગરથી જવાની રસ્તા ઉપર હરપાલસાગર ડેમની કે નાલ નીકળે છે જે કેનાલ ઉપર માણસો તથા વાહનોના અવર-જવર માટે નાલુ બનાવવામાં આવેલ છે.જે નાલા ઉપરથી પાંડાતીરથ ગામનો લોકો,વિદ્યાર્થીઓ તેમજ ખેડુતો વાહન વ્યવહાર મારફતે પસાર થાય છે.જે નાલુ પાંડાતીરથથી હળવદ જતા જમણી બાજુએથી તુંટી ગયેલ હોય તથા નાલુ નીચેથી જ જર્જરિત છે.જો નાલું રીપેર કરવામાં નહિ આવે તો આકસ્મિક ઘટના બની શકે તેમ છે.

ટિપ્પણીઓ નથી